ભારતની મહાન
વ્યક્તિઓ
- અશોક
- ઈન્દિરા ગાંધી
- ગાંધીજી-Gandhiji
- ગૌતમ બુદ્ધ
- ચંદ્રશેખર આઝાદ
- મહારાણા પ્રતાપ
- મોરારજી દેસાઈ
- રાજા રામમોહનરાય
- રાણી લક્ષ્મીબાઈ
- લાલ બહાદુર શાસ્ત્રી
- વીર ભગતસિંહ
- શિવાજી
- સરદાર વલ્લભભાઈ પટેલ
- સુભાષચંદ્ર બોઝ
- સ્વામી વિવેકાનંદ
અશોક
અશોક (રાજ્યકાળ ઇ.સ. પૂર્વે ૨૭૩-૨૩૨) પ્રાચીન
ભારત માં મૌર્ય વંશ નો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્યસામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં
હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ
અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે ઓળખવામાં આવે
છે.
અશોક નું
સામ્રાજ્ય
તેના જીવનકાળના
ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક ગૌતમ બુદ્ધનો ભક્ત બની ગયો અને ભગભાન બુદ્ધની સ્મૃતીમાં તેણે એક સ્તંભનુ
નિર્માણ કરાવ્યું જે આજે પણ નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે જોઇ
શકાય છે. તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારત ઉપરાંત શ્રીલંકા, અફઘાનિસ્તાન, પશ્ચિમ એશીયા, મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો.
અશોક મૌર્ય સમ્રાટ બિન્દુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે
કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન
આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિન્દુસારે પોતાની રાણી બનાવી દીધી. ક્ષત્રિય કુળની
ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ
સ્થાન પ્રાપ્ત ન હતુ.
અશોકને ઘણા
ભાઈ-બહેન(સાવકા) હતા. નાનપણથી જ તેમનામાં ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવય છે કે યુધ્ધ કળામાં પ્રવિણ
હતો.
ઈન્દિરા ગાંધી
ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી (ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી : નહેરુ; (19 નવેમ્બર 1917 – 31 ઑકટોબર 1984) એ 1966થી 1977 એમ સળંગ ત્રણ સત્ર સુધી અને 1980થી શરૂ થયેલા ચોથા સત્રમાં 1984માં તેમની હત્યા થઈ ત્યાં સુધી, એમ કુલ 15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન હતાં. તેઓ ભારતના પહેલા અને આજ દિન સુધીનાએક માત્ર મહિલા વડાપ્રધાન હતાં.
રાજકીય રીતે અત્યંત પ્રભાવશાળી એવા નહેરુ કુટુંબમાં જન્મેલાં ઈન્દિરા રાજકીય રંગે રંગાયેલા વાતાવરણમાં ઉછર્યાં હતાં. એકસમાન અટક હોવા છતાં તેઓ મુત્સદ્દી મોહનદાસ ગાંધી સાથે કોઈ કૌટુંબિક સગપણ ધરાવતાં નહોતાં. તેમના દાદા, શ્રી મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમના પિતા, જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતા ચળવળના આગળ પડતા નેતા હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. 1941માં ઑકસફર્ડથી ભારત પાછા ફર્યાં બાદ, ઈન્દિરા પણ ભારતની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયાં હતાં.
ઓગણીસો પચાસના દાયકામાં પોતાના પિતાના ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકેના સત્ર દરમ્યાન તેમણે અનૌપચારિક ધોરણે તેમના અંગત મદદનીશની ભૂમિકા અદા કરી હતી.1964માં તેમના પિતાના અવસાન બાદ, ભારતના રાષ્ટ્રપતિએ તેમને રાજયસભાના સદસ્ય તરીકે નિમણૂક આપી હતી અને તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની કેબિનેટના મંત્રી બન્યા હતાં.
શાસ્ત્રીજીના અચાનક અવસાન બાદ ઈન્દિરાને વડાપ્રધાન બનાવવામાં ત્યારની કૉંગેસ પાર્ટીના પ્રમુખ કે. કામરાજનો મુખ્ય હાથ હતો. ઈન્દિરાએ થોડા જ વખતમાં ચૂંટણી જીતવાની અને લોકપ્રિયતાવાદના બળે દાવપેચ-યુકિતથી સામેવાળાને હરાવવાની ક્ષમતા બતાવવા માંડી હતી. તેમણે વધુ ડાબેરી આર્થિક નીતિઓ અમલમાં મૂકી હતી અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું. 1971માં પાકિસ્તાન સાથેની લડાઈમાં નિર્ણાયક વિજય અને તે પછીના અસ્થિર સમયગાળાને લઈને તેમણે 1975માં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી; પણ આ સમયગાળામાં પોતાની સત્તાના વધુ પડતા ઉપયોગનું પરિણામ તેમણે ત્રણ વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું. 1980માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં, અને એ પછી તેઓ પંજાબના ભાગલા અંગે વધતા જતા સંઘર્ષમાં સતત ઊંડા ઊતરતાં ગયાં, જેનો અંત છેવટે 1984માં પોતાના જ અંગરક્ષકો દ્વારા તેમની હત્યામાં આવી.
મોહનદાસ કરમચંદ ગાંધી
|
|
“રાષ્ટ્રપિતા” —મહાત્મા ગાંધી
|
|
જન્મની વિગત
|
૨ ઓક્ટોબર ૧૮૬૯
ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫ પોરબંદર, ગુજરાત, ભારત |
મૃત્યુની વિગત
|
૩૦ જાન્યુઆરી,૧૯૪૮
નવી દિલ્હી, ભારત |
મૃત્યુનું કારણ
|
બંદુક વડે હત્યા
|
રહેઠાણ
|
ભારત તેમજ દ.આફ્રિકા
|
રાષ્ટ્રીયતા
|
ભારતીય
|
હુલામણું નામ
|
દ.આફ્રિકામાં-ભાઇ
ભારત આવ્યા બાદ-બાપુ |
અભ્યાસ
|
કાયદાની ઉપાધી
|
વ્યવસાય
|
વકીલાત,સમાજસેવા
|
વતન
|
પોરબંદર
|
ખિતાબ
|
“રાષ્ટ્રપિતા”
|
ધર્મ
|
હિંદુ
|
જીવનસાથી
|
કસ્તુરબા
|
સંતાન
|
હરીલાલ-મણીલાલ
રામદાસ-દેવદાસ |
માતા-પિતા
|
પૂતળીબાઇ-કરમચંદ
ગાંધી
|
મહાત્મા ગાંધી
મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત
પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને
આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ
રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ
પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું.
ભારતના
સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા
ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને
દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય
પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે.
અહિંસક
સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે
બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં
પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ
બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ)
સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ
શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી
ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન
લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો
ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક
રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા
હતા.
મોહનદાસ
કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો
હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ
પેઢીમાં કોઈએ ગાધીનો વ્યવસાય કરેલો નહી, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન પદે રહેલા.
મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને
વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. જૈન સંપ્રદાયમાં અતિસુક્ષ્મ સ્તરની અહિંસાના
પ્રભાવને કારણે ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત
બાળવિવાહની પ્રથાને કારણે મોહનનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તૂરબા સાથે થયાં
હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા—સૌથી મોટા પુત્ર હરીલાલ (જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ (જન્મ સન
૧૮૯૨), ત્યારબાદ રામદાસ (જન્મ સન
૧૮૯૭) અને સૌથી નાના પુત્ર દેવદાસ (જન્મ સન ૧૯૦૦).
તરુણાવસ્થા
સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા.તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી
રાજકોટમાં થયો હતો. ગાંધીએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન
૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે
પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા
ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે
બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમનેઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકુમતના
કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભુમિ હતી તેમજ
તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી.
ગૌતમ બુદ્ધ
સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે તથા હિંદુ ધર્મમાં વિષ્ણુના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય
છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ
નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો
ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી
તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શક્યમુનિ પણ કહેવાય છે.ગૌતમ બુદ્ધનું જીવન
પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિ, જે આજે નેપાળમાં છે,માં થયો હતો. રાજા સુધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ માતા મહામાયાનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં અવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.
૨૯ વર્ષની ઉંમરે એક દીવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું . બુદ્ધ્ ભગવાન્ ખરે ખર્ બહુ મહાન્ હતા.
બોધીની પ્રાપ્તિ
એક સન્યાસી તરીકે જીવન જીવીને અને આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) દ્વારા ૩૫ વર્ષની વયે તેમને બોધિ (સવોચ્ચ જ્ઞાન) પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ (સર્વજ્ઞ) કહેવાયા અને તેમણે જીવનમૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી.શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિય નેવિપસના ધ્યાન કહે છે.શેષ જીવન
બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા. ૮૦ વર્ષની વયે તેમણે ભૌતિક શરીરનો ત્યાગ કર્યૉ.‘બુદ્ધ જયંતી’ ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, “વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે..”
ચંદ્રશેખર આઝાદ
ચંદ્રશેખર આઝાદનો જન્મ જુલાઇ ૨૩, ૧૯૦૬નાં રોજ મધ્ય પ્રદેશનાં ઝાબુઆ જિલ્લાનાં ભારવા ગામે થયેલો. તેઓ ભારતનાં એક અતી મહત્વનાં ક્રાંતિકારી હતા, તેઓને ભગતસિંહનાં માર્ગદર્શક માનવામાં આવતા હતા. તેમનું આખું નામ ‘ચંદ્રશેખર સિતારામ તિવારી’ હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબમાં આઝાદ અને પિતાનું નામ સ્વાધીનતા જણાવ્યું હતું. ત્યારથી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓચંદ્રશેખર આઝાદ તરિકે ઓળખાવા લાગ્યા.
તેઓનું અવસાન ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે
થયેલું.
મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઈતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.
એમનો જન્મ ૯ મે ૧૫૪૦ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોધલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા માહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમા ૧૭,૦૦૦ સૈનીકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણા પ્રતાપની હાલત દિન-પ્રતિદિન નબળી પડતી ગઈ. ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા.
1930માં જ્યારે મહાત્માં ગાંધીની આગેવાને હેઠળ ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી. આ એક કઠણ નિર્ણય હતો પણ શ્રી દેસાઈ એવુ કહેતા હતા કે ‘જ્યારે પ્રશ્ન દેશની આઝાદીનો હોય તો પરિવારને લગતી સમસ્યાઓ ગૌણ થઈ જાય છે.’
શ્રી દેસાઈ આઝાદીની લડાઈ દરમિયાન ત્રણ વખત જેલમાં જઈ આવ્યા. તેઓ 1931માં ઓલ ઈંડિયા કોંગેસ કમીટીના સભ્ય બન્યા અને 1937 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રહ્યા. જ્યારે કોંગ્રેસની પહેલી સરકારની ઓફિસ ખોલી ત્યારે શ્રી દેસાઈ તેઓ મહેસૂલ મંત્રી બન્યા.
શ્રી દેસાઈ ઈ.સ 1941માં મહાત્માં ગાંધી દ્વારા આયોજીત વ્યક્તિગત સત્યાગ્રહના આંદોલન દરમિયાન જેલમાં ગયા અને ફરી 1942માં ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન પણ જેલમાં ગયા. તેમને 1945માં છોડવામાં આવ્યા. સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી પછી તેઓ મુંબઈના મહેસૂલ અને ગૃહમંત્રી બન્યા. પોલીસ વહીવટ દરમિયાન તેમણે પોલીસ અને લોકો વચ્ચેના અવરોધો દૂર કર્યા અને લોકોની જાનમાલની રક્ષા માટે પોલીસ વહીવટને વધુ સહાનુભૂત બનાવ્યુ. તેઓ 1952માં બોમ્બેના ચીફ મિનિસ્ટર બન્યા.
તેમના વિચારો મુજબ જ્યાં સુધી ગામડા અને શહેરમાં રહેતા ગરીબ લોકોનુ જીવન સ્તર ઉંચુ નહી આવે ત્યાં સુધી સમાજવાદ વિશે બોલવાનો કોઈ અર્થ નથી. ઈસ. 1952માં તેઓ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા જ્યારે કે 24 માર્ચ 1977ના રોજ તેઓ દેશના વડાપ્રધન બન્યા અને તેમણે સફળ નેતાની ભૂમિકા ભજવીને આકરા નિર્ણયો લઈને જીવન જરૂરી વસ્તુઓના ભાવો ઘટાડીને સામાન્ય લોકોમાં વધુ લોકપ્રિય થયા.
શ્રી મોરારજી દેસાઈને 1991માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચરખાને અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજીભાઈ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં દેહ ત્યજી દીધો હતો.
આપણા દેશમાં અનેક સંપ્રદાયો પ્રચલિત છે. દરેક સંપ્રદાયની વિચારધારા અલગ અલગ છે. દરેક સંપ્રદાયને પોતાના અલગ ઇષ્ટદેવ હોય છે, પરંતુ જેમ બધી નદીઓ સમુદ્રને મળે છે તેમ સર્વ સંપ્રદાયો એક જ ઈશ્વર તરફ ગતિ કરી રહ્યા છે. ‘અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે’ રામ, રહીમ, કòષ્ણ, ઈસુ સર્વમાં એક જ શકિત છે. આપણા ધર્મસુધારક અને સમાજસુધારક એવા રાજા રામમોહનરાયએ તેમની પત્નીને પ્રશ્ન કર્યો, કયો ધર્મ શ્રેષ્ઠ છે? આ પ્રશ્નના જવાબમાં રામમોહનરાયે પત્નીને કહ્યું, ગાયો તો વિવિધ રંગની હોય છે, પરંતુ તેમનું દૂધ એક જ રંગનું હોય છે. તેમ વિવિધ ધર્મોનો સાર એક જ છે. ‘સન્માર્ગ ગ્રહણ કરવો’ રાજા રામમોહનરાયે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા. તેમણે ‘એકેશ્વરવાદ’નોે પ્રચાર કર્યો. તેમણે ‘આત્મીય સભા’ નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા ‘બ્રહ્મોસમાજ’ તરીકે પ્રચલિત બની. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જૉવા મળતો નથી. રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી. રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા. ત્યાં ૧૮૩૩માં તેમનું અવસાન થયું. રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક ગણાય છે. નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. આજે પણ રાજા રામમોહનરાયની સમાજ સુધારણાની જયોત પ્રજવલિત છે. આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્તપ્રાપ્ય બન્યાં છે.
રાણી લક્ષ્મીબાઈ
ઝાઁસી ની રાણી લક્ષ્મીબાઈ (૧૮૨૮ – ૧૭ જૂન ૧૮૫૮) ઝાઁસી રાજ્ય ની રાણી હતા. તેઓ સનઃ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ની નાયિકા હતા. તેમનો જન્મકાશી (વારાણસી)માં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું. તેમનું નાનપણનું નામ નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસન્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માઁ નું મ્રત્યુ થયું. તેમનું પાલન પિતાએ જ કર્યુ હતુ. મનુ ને નાનપણમાં શાસ્ત્રોં ની શિક્ષા ની સાથે શસ્ત્રોં ની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ સન ૧૮૪૨ માં ઝાંસી ના રાજા ગંગાધર રાવ નિવાલકર ની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસી ની રાણી બન્યાં. વિવાહ પથી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. સન ૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમર માં જ તેનું મૃત્યુ થયું. સન ૧૮૫૩ માં રાજા ગંગાધર રાવ નું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ – ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ – જે એ સમયે બાલક હતા -ને ઝાંસી રાજ્ય નો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો, તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમા માં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓ એ રાજ્યનો ખજાનો જપ્ત કરી લિધો અને તેમના પતિ ના ઋણ ને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લા ને છોડી ને ઝાંસીના રાણીમહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કીમત પર ઝાંસી રાજ્ય ની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.
લાલ બહાદુર શાસ્ત્રી
લાલ બહાદુર શાસ્ત્રી ( બીજી ઓક્ટોબર, ૧૯૦૪ - અગિયારમી જાન્યુઆરી, ૧૯૬૬), ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાનમંત્રી હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. એમનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો.લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૧૯૦૪માં થયા બાદ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી ઉછેર થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.
ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં, જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨, ૧૯૫૭તેમજ ૧૯૬૨ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો હતો.
ભારત દેશના વડા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સત્તાવીસમી મે, ૧૯૬૪ના રોજ દેહાવસાન થયા બાદ, શાસ્ત્રીજીએ નવમી જૂન૧૯૬૪ના રોજ વડા પ્રધાન મંત્રી તરીકે પદ ભાર ગ્રહણ કર્યો હતો.
ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ક્રાન્તિવીર શહીદ ભગતસિંહનું અગ્રિમ સ્થાન છે. રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કુંટુંબમાં તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબ માં થયો હતો.
માત્ર ૨૪- ૨૫ વર્ષની વયે જ હસતા મોંએ ફાંસીના માચડે ચડી ગયેલા ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે એસેમ્બલીમાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારને હતું કે કંઈક નવાજૂની થશે એટલે એક દિવસ પહેલા ૨૩મી માર્ચે સૂરજ આથમી ગયા પછી ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. આ આખીય વાત નિયમો વિરુદ્ધની હતી. અમને ફાંસી નહિ ગોળીએ ઠાર કરો એવું કહી ચૂકેલા ક્રાન્તિવીરોને ફાંસી પછી, ચૂપચાપ ઉતાવળે સતલજ નદીના કિનારે. હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.
આ શહીદોની અનેક રોમાંચક કથાઓ છે. ફાંસી દેવાયા પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એક કાવ્ય લખ્યું હતું ઃ ‘વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન, રોપાણા ત્રણ રૃખડાં હો… જી… વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર ઃ ઇંધણ તો ય ઓછા પડયાં હો જી…!’
આજે રાષ્ટ્રપ્રેમની, રાષ્ટ્રભક્તિની વાતો તો ખૂબ થાય છે પરંતુ જેમની શહીદીના કારણે આજે અનેક રાજકારણીઓને સત્તાનો રાજમાર્ગ સાપડી ગયો છે તેવા એકેય જણ શહીદોને અંજલિ આપતા કાર્યક્રમમાં ડોકાતા સુધ્ધા નથી. બીજી તરફ યુવા પેઢી સામે ભગતસિંહ જ નહી અનેક નામી- અનામી શહીદોની વિગતો પણ રજૂ નથી થતી એટલે સ્થિતિ એવી થઈ છે કે, એ ઘટનાક્રમો, આઝાદીની તમન્ના અને તેના માટેની જાનફેસાની ઈતિહાસના ગ્રંથોના જર્જરિત પાનાંઓમાં સમેટાઈ રહે છે.
શિવાજી
છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મોગલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગોરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મોગલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે.ઇ.સ.પૂર્વે ૩૦૦- ઇ.સ. ૨૩૦ સુધી મહારાષ્ટ્રમાં સાતવાહનોનું રાજ્ય હતુ. ત્યાર પછી નાના-નાના ઘણા રાજાઓએ ત્યાં રાજ્ય કર્યુ. આશરે ૧૦મી સદીમાં યાદવોના હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યુ. ઇ.સ. ૧૨૯૨માં અલા-ઉદ્-દિન ખિલજીએ યાદવોને હરાવ્યા પરંતુ યાદવોએ ૧૩૧૦ સુધી રાજ્ય કર્યુ. યાદવોની એક શાખા કોંકણ અને ખાનદેશ પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા. મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવ્યુ પરંતુ સ્થાનિક સત્તા તો ત્યારના રાજાઓ પાસે જ રહી. ૧૪૫૩માં બાહમની રાજ્યનું વિશાલગઢ પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું. સમય જતા સલ્તનત, સ્થાનિક રાજાઓ અને યાદવો વચ્ચે એક સમજુતિ ઉભી થઇ અને યાદવો બાહમનીના ખંડિયા બન્યા. ૧૪૯૨માં બાહમની પાંચ શાહીઓમાં વહેંચાયું. ૧૫૬૫માં દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને ટાલિકોટામાં વિજયનગર રાજ્યને હરાવ્યું. જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા ત્રણ સલ્તનતમાં વહેંચાઇ ગઇ હતી - બીજાપુર, અહમદનગર અને ગોલકોંડા. મોટાભાગના મરાઠાઓ સલ્તનતના સુબા બની રહેતા હતા. એકબીજી સલ્તનત વચ્ચે સત્તત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા.
આ દરમિયાન દિલ્હીની સત્તા શાહજંહાના હાથમાં હતી.
શિવાજીના પૂર્વજો મરાઠા જાતિના ભોંસલે વંશના હતા અને પુના જિલ્લાના હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોના મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. મોગલ અને નિઝામશાહી વચ્ચેની લડાઇમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગદાર પણ બન્યો હતો. શિવાજીના પિતા શહાજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી તેમના કાકાને ત્યાં મોટા થયા હતા. લખુજી જાધવની પુત્રીજીજાબાઇ સાથે શહાજીના લગ્ન થયા હતા અને ત્યાં રાજ્ય કરતા આદિલશાહે લગ્નમાં હાજરી પણ આપી હતી.
પોતાના પૂર્વજોની જેમ, શહાજી પણ મોગલ યુદ્ધોના ખેલાડી હતા. નિઝામશાહના વઝીર, મલિક અંબર સાથે રહીને તેમણે મોગલ સૈન્યને સખત ભીડ આપી પરાસ્ત કરેલુ. પરંતુ ડામાડોળ પરિસ્થિતિથી થાકી, શહાજી નિઝામશાહને છોડી બીજાપુરના આદિલશાહ સાથે જોડાઇ ગયા હતા. આદિલશાહે તેમને ‘સર લશ્કર’ નો ખિતાબ આપેલો. સમ્રાટ શાહજહાંએ જ્યારે ફરીથી નિઝામ પર ચડાઇ કરી ત્યારે શહાજી નિઝામને મદદ કરવા પહોંચી ગયા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ
|
|
જન્મની વિગત
|
ઓક્ટોબર ૩૧, ૧૮૭૫
નડીઆદ, ગુજરાત, ભારત |
મૃત્યુની વિગત
|
ડિસેમ્બર ૧૫ ૧૯૫૦
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
મૃત્યુનું કારણ
|
હ્રદયરોગનો
હુમલો
|
રહેઠાણ
|
કરમસદ
|
રાષ્ટ્રીયતા
|
ભારતીય
|
હુલામણું નામ
|
સરદાર
|
નાગરીકતા
|
ભારતીય
|
વ્યવસાય
|
વકિલાત
|
વતન
|
કરમસદ
|
ખિતાબ
|
ભારત રત્ન (૧૯૯૧ – મરણોપરાંત)
|
ધર્મ
|
હિન્દુ
|
જીવનસાથી
|
ઝવેરબા
|
સંતાન
|
મણિબેન પટેલ, ડાહ્યાભાઇ પટેલ
|
માતા-પિતા
|
લાડબા, ઝવેરભાઈ પટેલ
|
સરદાર
વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક
નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની
લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું.
ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.
તેમનો
ઉછેર ગુજરાતના ગામડા (કરમસદ)માં
થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા
અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા
પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અનેબારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે
સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં
થાય છે. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું
નેતૃત્વ પણ કર્યું અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને
૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
ભારતના
પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે
સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું
નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની
રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ
મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ
ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ
ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા – રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા
હોવાથી ‘પેટ્રન સૈન્ટ’ તરીકે પણ ભારતીય સનદી સેવામાં
ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા
માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.
સુભાષચન્દ્ર બોઝ
સુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ “જય હિન્દ”નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.
નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલો મહાન હતો કે એવું કહેવામાં આવે છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘ રાષ્ટ્ર બન્યુ હોત અને ભારતનું વિભાજન થયું ન હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોસ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.
પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.
પોતના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબૂની પત્નીનું નામ વિભાવતી હતું.
સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ (૧૨ જાન્યુઆરી ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨), જન્મે નરેન્દ્રનાથ દત્ત ૧૯મી સદીના ગુઢવાદી સંતરામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે. તેઓ “અમેરિકાના ભાઈઓ તથા બહેનો” સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન 1893માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.સ્વામી વિવેકાનંદનો જન્મ સન 1863માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો.ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને સન 1893ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગઅને હિન્દુધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન 1897માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, સુભાષચન્દ્ર બોઝ, અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણનજેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.
No comments:
Post a Comment