ના સમયમાં લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ
પરેશાનીનો સામનો કરી રહ્યો છે. કદાચ જ કોઈક એવો વ્યક્તિ હશે જે જીવનમાં સંપૂર્ણ
રીતે સંતુષ્ટ હશે અને સુખી હશે. જીવનથી જોડાયેલી દરેક નાની-મોટી સમસ્યાઓનો સમાધાન
શાસ્ત્રોમાં વર્ણવેલો છે. એક ઉપાય તો એ છે કે આપણે પહેલા સખત મહેનત કરી લેવી જોઈએ
કારણ કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, છતાં જો તેનાથી સફળતા ન મળે તો સાથે ધાર્મિક કાર્યો કરો.
આપણને પ્રાપ્ત થનારા સુખ-દુઃખ આપણા કર્મોનું
પ્રતિફળ જ છે. જો પુણ્ય કરવામાં આવે તો દુઃખનો સમય જલ્દી પસાર થઈ જાય છે. શાસ્ત્રો
અનુસાર પાંચ જીવ એવા જણાવવામાં આવ્યા છે કે તેનું પેટ ઠારવાથી જીવનની બધી સમસ્યાઓ
દૂર થઈ શકે છે.
- જે લોકોની જુની સંપત્તિ તેના હાથથી નિકળી ગઈ છે કોઈ
મૂલ્યવાન વસ્તુ ખોવાઈ ગઈ છે તો એવા લોકો જો દરરોજ માછલીને લોટની ગોળી ખવડાવે તો
તેને લાભ પ્રાપ્ત થાય છે. માછલીઓને લોટની ગોળીઓ આપવાથી જુની સંપત્તિ ફરી પ્રાપ્ત
થવાનો યોગ બને છે. તેની સાથે આ કર્મથી જ્યોતિષના બધા ગ્રહદોષનો નાશ પામે છે.
- ગાયને હિન્દૂ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. જેથી જો કોઈ વ્યક્તિ નિયમિત
રીતે ગાયને રોટલી ખવડાવે છે તો તેની કુંડળીના બધા જ્યોતિષીય ગ્રહદોષ દૂર થાય છે.
ગાયને પૂજ્ય અને પવિત્ર માનવામાં આવે છે, આ કારણથી તેની સેવા કરનાર વ્યક્તિને બધા
સુખ પ્રાપ્ત થાય છે અને ધનની સમસ્યાઓ પણ દૂર થાય છે.
- જો કોઈ વ્યક્તિ દુશ્મનોથી પરેશાન છે અને તેનો ભય હંમેશા
સતાવે છે તો તેણે દરરોજ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. તેનાથી ભય અને શત્રુતા દૂર
થશે. એવું માનવામાં આવે છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી ભયનો નાશ થાય છે.
- જે લોકો દરરોજ પક્ષીઓને દાણા નાખે છે તેમને આર્થિક બાબતોમાં
લાભ પ્રાપ્ત થાય છે. વ્યવસાય કરનારા લોકોને વિશેષ રીતે દરરોજ પક્ષીઓને દાણા જરૂર
નાખવા જોઈએ. પક્ષીઓને ચોખા, ઘઉં, દાળ વગેરે અનાજ ખવડાવી શકાય છે.
- આજ કાલ આધુનિક દોડમાં બધા સુખ-સુવિધા ભોગવવા દેવાદાર બની
જાય છે. જો દેવું વધી જાય તો વ્યક્તિની આર્થિક હાલત બગડી જાય છે. જે લોકો દેવાથી
પરેશાન હોય તો કીડીના દરમાં સાકર અને લોટ નાખવું. આવું કરવાથી દેવું પૂરું થશે અને
પૈસાની બચત થશે.
- આ પાંચને જે પણ વ્યક્તિ ભોજન ખવડાવે છે, તેના બધા દુઃખ-દર્દ દૂર થઈ જાય છે અને અક્ષય પુણ્યની
પ્રાપ્તિ થાય છે. આ પરંપરા પાછળ બધા જીવ-જંતુના કલ્યાણની ભાવના પણ છુપાયેલી છે.
No comments:
Post a Comment