16 May 2013

ઉપિયોગી જીવન વાણી


ચાણક્ય નીતિ – દશમો અધ્યાય

દશમો અધ્યાય
૬ – લોભિયાને ભિખારી દુશ્મન લાગે છે અને મૂર્ખાને સલાહકાર દુશ્મન લાગે છે . ચરિત્રહિન સ્ત્રીને પોતાનો પતિ દુશ્મન લાગે છે અને ચોર ચન્દ્રને પોતાનો દુશ્મન માને છે .
૭ – જેની પાસે વિદ્યા કે જ્ઞાન નથી , તપ કરવા માટે સમર્થ નથી , દાન કરવાની વૃત્તિ નથી , હ્રદયમાં કરુણા નથી તેવા અજ્ઞાની અને નાસ્તિક મનુષ્યો પશુ સમાન છે .
૮ – જે રીતે મલયાચલ પહાડ પર ઉગવાથી , ચંદનના વનમાં લહેરાતા સુગન્ધવાળા પવનના સ્પર્શથી વાંસ ચંદન નથી બની જતું , તે રીતે જે વ્યક્તિ પાસે કોઇપણ યોગ્યતા ના હોય તેને ઉપદેશ આપવાથી તેના જીવનમાં કોઈ ફેર પડતો નથી .
૯ – જે વ્યક્તિ બીજાની બુદ્ધિની મદદથી કામ કરે છે , જેનામાં કશું વિચારવાની ક્ષમતા નથી તેઓ વેદોનો અભ્યાસ કરે તો પણ કોઈ ફાયદો થતો નથી .
૧૦ – ગુદાને ગમેતેટલી વખત સાફ કરાય તો પણ તે પવિત્ર નથી તેમ દુર્જનને ગમેતેટલી વખત સમજાવામાં આવે તો પણ તે સજ્જન નથી થઇ જતો .

ચાણક્ય નીતિ

મગલાચરણ
સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ  ત્રણે લોકના સ્વામી ભગવાન શ્રી વિષ્ણુ નાં ચરણોમાં શિષ નમાવી અનેક શાસ્ત્રોમાંથી પસંદ કરેલી રાજનીતિનાં સિદ્ધાંતોનાં સંકલનું વર્ણન કરું છું. // ૧ //
શ્રેષ્ઠ મનુષ્ય
જે આ નીતિસાસ્ત્રને સાચા અર્થમાં સમજી ધર્મનો ઉપદેશ આપે છે , કાર્ય -અકાર્ય, શુભ-અશુભ  અને યોગ્ય -યોગ્ય  શું છે તે લોકોને સમજાવે છે તે જ શ્રેષ્ઠ મનુષ્ય છે. // ૨ //
લોકહિતાર્થે
હું અહીં લોકો નાં હિત અર્થે રાજનીતિના એવાં રહસ્યો રજૂ કરીશ જેને જાણવાથી જ વ્યક્તિ પોતાને સર્વજ્ઞ બની રહે છે. // ૩ //
દુખી થવાની રીત
મુર્ખ વ્યક્તિ ને ઉપદેશ આપવાથી, દુષ્ટ પત્નીનું ભરણપોષણ કરવાથી તથા દુખી લોકોની પરીસ્થિતિ  જોઈ ને વિદ્વાન  વ્યક્તિ પણ દુખી થાય છે. // 4 //
દુષ્ટ મૃત્યુ સમાન
દુષ્ટ પત્ની , ઠગ મિત્ર ,આજ્ઞામાં નાં રેહતો નોકર અને સાપનો ઘરમાં વાસ  આ ચારે મૃત્યુ સમાન છે. // ૫ //


ભગવાન બુદ્ધ ની વાણી

ચાર આર્ય સત્ય
  1. દુખ છે.
  2. દુખ નું કારણ છે.
  3. દુઃખનું નિવારણ છે.
  4. દુખના નિવારણ નો માર્ગ છે.
ઉપદેશ
  • હત્યા ના કરો.
    ચોરી ના કરો.
    વ્યભિચાર ના કરો.
    અસત્ય ના બોલો.
    નિંદા ના કરો.
    કર્કશ વાણી ના બોલો.
    વ્યર્થ વાતો ના કરો.
    બીજાની સંપત્તિ પર નજર ના રાખો.
    તિરસ્કાર ના કરો.
    ન્યાયપૂવર્ક  વિચારો.

શ્રી કૃષ્ણ ની વાણી

જ્ઞાનયોગ
  1. જેમના હ્રદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ભગવાન નું જ્ઞાન સમજાય છે.
  2. જે રીતે ઉગતો સુરજ રાત્રીના અંધકારનો નાશ કરે છે, તે જ રીતે આત્માનું જ્ઞાન ભ્રમ માત્ર ને હટાવી દે છે.
  3. માનવ જ્ન્મ ધન્ય છે. સ્વર્ગવાસીઓ  પણ તેની ઈચ્છા કરે છે. કારણ કે માનવજન્મ ધ્વારા જ વાસ્તવિક જ્ઞાન અને વિશુદ્ધ પ્રેમ ની પ્રાપ્તિ થઇ શકે છે.
  4. સર્વવ્યાપી પરમાત્મા ન તો કોઈ નું પાપ લે છે, ન તો કોઈ નું પુણ્ય . માયા થી જ્ઞાન ઢંકાયેલું છે. તેથી બધા જીવો મોહ પામે છે.

પ્રેરક સુવાક્યો

  1. પરમ સત્ય નું અસ્તિત્વ હૃદય માં છે. જે વિચાર હૃદય થી રહિત વહે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઇ જવું જોયએ.
  2. તર્ક નું સત્ય નહિ પણ આત્મા ના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે.
  3. સત્યોનો સૌથી શક્તિશાળી મિત્ર છે  સમય .
  4. સત્યનો સૌથી શક્તિશાળી દુશ્મન છે પૂર્વગ્રહ.
  5. સત્ય એ રીતે બોલવું જોયએ કે તે અપ્રિય ના લાગે.
  6. દરેક માનસ અજ્ઞાની છે, પણ દરેક નું અજ્ઞાન જુદી જુદી જાતનું હોય છે.
  7. આપને જેમ વધુ જાણતા જઈએ છીએ તેમ તેમ આપણ ને આપણાં અજ્ઞાન નું વધુ ને વધુ જ્ઞાન થતું જાય છે.
  8. જો તમે બીજાની ભૂલો માફ કરશો તોજ  ઈશ્વર તમારી ભૂલો માફ કરશે.
  9. મળેલા ધન થી જે સંતુષ્ટ છે તેને માટે સ્વર્ગ અહીં જ છે.
  10. આપણે જન્મ લઈએ ત્યાર થી મૃત્યુ પોતાનો હક નોધાવી દે છે.
  11. જિંદગી એટલે મુલતવી રહેલું મૃત્યુ.

શ્રી કબીર વચનામૃત

मांस मांस सब एक है, मुरगी हिरनी गाय ।
आंख देखि नर खात है, ते नर नरक हि जाय ॥

[ભાવાર્થ] – બધાં માંસ એકસરખાં છે. મરઘી, હરણી કે ગાય – બધાંનાં માંસ સરખાં છે એવું આંખોથી જોઇને પણ જે માણસ માંસ ખાય છે તે માણસ અવશ્ય નરક જાય છે.
[વક્તવ્ય] – બધાં પ્રાણીમાં એક સરખો આત્મા રહેલો છે. માણસ ગમે તે પ્રાણીનું માંસ ખાતો હોય, તે માંસાહારી વ્યક્તિ નરકમાં જાય છે એવું કબીરજી કહે છે; કારણ કે બધાં પ્રાણીને પોતાનો જીવ વહાલો હોય છે. તેની હિંસા કરીને માણસ જ્યારે માંસ ખાય છે, ત્યારે “જીવહિંસા” નું અઘોર પાપ કરે છે. ભલેને પછી તે મરઘી, હરણ, ગાય કે બીજાં કોઇ પ્રાણીનું માંસ ખાતો હોય, તે જીવહિંસાના પાપમાંથી મુક્ત નથી થતો અને નરકનો અધિકારી બને છે. કબીરજીનો કહેવાનો ભાવાર્થ એ છે કે, માંસાહાર ગમે તે પ્રકારનો હોય પણ તે કરવો યોગ્ય નથી, કારણ કે માંસાહાર માણસને “નરક-ગમન” કરાવે છે.

સફળતા ના સુત્રો

સફળતા ના સુત્રો
૧.      સફળતા પ્રાપ્ત કરવા માટેની પૂરતી સામગ્રી દરેક વ્યક્તિમાં કુદરતે મૂકી જ હોય છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની અનઆવડત ને લીધે જ વ્યક્તિઓ ને સફળતા મળતી નથી.
૨.      ખોટી દિશા માં ચાલી ને ક્યારેય સાચા  કે યોગ્ય મુકામ ઉપર પહોંચી શકાતું નથી.
૩.      બંધ બારણું ખોલવા માટે મોટાભાગના માણસો મથ્યા કરે છે ,પરંતુ એ લોકો જો આસપાસ નજર કરે તો બીજું કોઈક બારણું કે દરવાજો ખુલ્લો જ હોય છે.
૪.      કોઈપણ કામ શરુ કરો ત્યારે તે કામ માં તમે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો જ એવું મનમાં રટણ કર્યા કરો તમે જરૂર થી સફળ થશો.
૫.     સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી જાતને સફળતાની આશા સતત આપતા રેહવાની જ છે.
૬.      તમારી નિષ્ફળતાને તમારી જાત સાથે જોડી ના દેશો પરંતુ તેમાંથી કંઇક શીખવાનો પ્રયત્ન કરી વધુ પ્રયત્નો થી સફળ થવા મેહનત કરવી જોઈએ.
૭.      સફળતા મેળવવા માટે સાહસની વૃતિ હોવી જરૂરી છે.
૮.      સાહસ વિનાનું જીવન એં નિષ્ફળ જીવન છે.
૯.      દરેક વ્યક્તિ નિ પાસે બે કીમતી વસ્તુઓ હોય છે સમય ને આરોગ્ય તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેને જ સફળતા મળે છે.
૧૦.    કયું કામ પેહલા કરવું ,કયું પછી ,કયા પ્રકારના કામને કેટલી અગત્યતા આપવી એ જાણનાર ને જ જીવનમાં સફળતા જલ્દીથી પ્રાપ્ત થાય છે. 

વિદુર નીતિ


વિદુર નીતિ મુજબ આ ત્રણે જણને પૈસાની બાબતમાં  સ્વતન્ત્રતા ન આપવી .
  1. તમારો ગમે તેટલો વિશ્વાસુ હોય એ નોકરને
  2. તમારા કુપુત્ર , ઉડાઉ ,બદમાશ દીકારને
  3. તમારી હોશિયાર પત્ની હોય તેને પણ
વિદુરનીતિ મુજબ આ ચાર જણાને જોડે મંત્રણા ,ગુપ્ત વિચારો ના કરાય
  1. જેની બુધિ ઓછી હોય.
  2. બહુ હરખ ઘેલો હોય
  3. જેને પોતાની બહુ મોટાઈ હોય
  4. જે દીર્ઘસુત્રી હોય ,એટલે ૧૫ મીનીટ નું કામ ૨ દિવસમાં પણ ના કરે તેવા
વિદુરનીતિ મુજબ આ ચાર વસ્તુ તુરંતજ ફળ આપે છે.
  1. શુભ સંકલ્પ
  2. મહા પુરુષોના તપ
  3. ગુરીની આગળ વિનાયવાન બને તેની શુભેચ્છાઓ તરત પૂર્ણ થાય
પાપીઓનો નાશ પણ તત્કાલ ફળ આપે છે.
વિદુરનીતિ મુજબ આ બે જણા કુટુંબને ભાર રૂપ છે,તે વહેલા મૃત્યુ પામે એજ સારુ
  1. જેની પાસે ઘણું બધું ધન છે છતાં દાન કરતાં શીખ્યો નથી.
  2. જે ગરીબ હોવા છતાં સાદાઈથી જીવતો નથી.
વિદુરનીતિ મુજબ આ પાંચ જણા સુખ દુખમાં તમારી સાથે જ હોય છે.
  1. સાચા મિત્રો
  2. તમારા ગુરુ
  3. તમારા શત્રુઓ
  4. તમારો સેવક
  5. તમારો હિત ઈચ્છતો હોય તેવો મધ્યસ્થી 

No comments: